ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”
તમે જાણો છો કે, હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસ પછી સાલું થાવાનો છે, અને હું માણસનો દીકરો જેને વધસ્થંભ ઉપર જડાવવા હાટુ હોપી દેવામાં આયશે.