13 પણ માલીકે તેઓમાંથી એકને જવાબ દીધો કે, મિત્ર, હું તને કાય અન્યાય નથી કરતો, શું તે મારી હારે એક દીનાર એટલે એક દિવસની મજુરીનું નક્કી નોતું કરયુ?
તારૂ જે છે ઈ લયને વયો જા; જેટલું એને એટલું આ છેલ્લે આવેલાઓને પણ આપવાની મારી મરજી છે.
અને એણે મજૂરોની હારે રોજનો એક દીનાર એટલે એક દિવસની મજુરી નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં કામ કરવા તેઓને મોકલ્યા.
તઈ ઈ એને કેય છે, “ઓ મિત્ર, તું લગનને લાયક લુગડા પેરયા વગર આયા કેવી રીતે આવ્યો?” અને ઈ માણસ કાય બોલ્યો નય.
ઈસુએ એને કીધુ કે, “હે ભાઈબંધ જે તું કરવાને આવ્યો છે ઈ તું કર.” તઈ તેઓએ એની પાહે આવીને ઈસુ ઉપર હાથ નાખીને એને પકડી લીધો.
પણ ભલા માણસ, તુ વળી કોણ છો કે, પરમેશ્વરને હામે સવાલ કરશો? તે મને આવુ કેમ બનાવ્યું? આવુ ગારાનું વાસણ પોતાના બનાવનારને કય હકે નય.