શું આપડે અભિમાન કરી હકી છયી કે, આપડે પરમેશ્વર દ્વારા સ્વીકાર કરવા હાટુ કાક કરયુ છે. એની તો જગ્યા જ નથી. ક્યા નિયમનાં કારણથી? શું આ ઈ કારણ છે કે, આપડે નિયમશાસ્ત્રનું પાલન કરી છયી?, નય પણ વિશ્વાસના કારણે.
ઈ પરમેશ્વરની યોજના છે, હારા હમાસાર પરમાણે પરમેશ્વરનાં આશીર્વાદોમાં યહુદીઓની હારે બિનયહુદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ દેહના અંગો છે અને મસીહ ઈસુમાં પરમેશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.
સૂરજ ઉગતા જ ધોમ તડકો પડે છે, અને ખડને કરમાવી દેય છે, અને એના ફુલો ખરી જાય છે, અને એની શોભા મટી જાય છે, એવી જ રીતે એક માલદાર વિશ્વાસી પણ પોતાના કામોમાં ઘૂસવાયેલો રયને એના વખતે મરી જાય.