10 પછી જે મજુરો હવારે આવ્યા, તેઓ એવું ધારતા હતા કે, તેઓને વધારે મળશે; પણ તેઓને પણ એક દીનાર એટલે એક દિવસની મજુરી મળી.
તઈ પિતરે એને જવાબ આપ્યો કે, “જો, અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકીને આવ્યા છયી, તો અમને શું મળશે?”
તઈ તે લયને તેઓએ માલિકની વિરુધ ફરિયાદ કરી,
અને એણે મજૂરોની હારે રોજનો એક દીનાર એટલે એક દિવસની મજુરી નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં કામ કરવા તેઓને મોકલ્યા.
જેઓને એણે લગભગ પાંસ વાગે હાંજે કામ ઉપર રાખ્યા હતા, તેઓ જઈ આવે તઈ તેઓને એક-એક દીનાર એટલે આખા દિવસની મજુરી આપવામાં આવે.