એને તેઓને બીજો દાખલો કીધો કે, “આભનું રાજ્ય ખમીર જેવું છે કે, જયને એક બાયે થોડુક ખમીર લયને ત્રણ પાલી લોટમાં મેળવી દીધુ ઈ હાટુ કે, બધો લોટ ખમીરવાળો થય ગયો.”
ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસ્સાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તમારા છોકરાવનો બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય.
જઈ હું પાછો આવય, તઈ સ્વર્ગનું રાજ્ય આ રીતનું હશે: એક માણસ લાંબી યાત્રામાં જાતી વખતે એણે પોતાના ચાકરોને બોલાવીને પોતાની માલ મિલકતમાંથી થોડીક તેઓને હોપીને કીધું કે, આ માલ મિલકતનો વેપાર કરીને વધારે માલ મિલકત મેળવો.
મારું જાવાનું અને પાછુ આવવાનું આ રીતે હશે કા આ દાખલાથી હંમજાવી હકાય છે કે, એક માણસ લાંબી યાત્રા ઉપર જાવા હાટુ પોતાનુ ઘર છોડી દેય છે. જાયા પેલા, ઈ પોતાના સેવકોને ઈ કામ બતાવે છે જે તેઓને કરવુ જોયી, જે ઘરે દરવાજા પાહે રખેવાળી કરે છે કે, ઈ એને પાછો આવવા હુધી તૈયાર રેય.
ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.