ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,
અને એણે બુદ્ધિશાળી માણસોને બેથલેહેમમાં મોકલતા કીધુ કે, “જયને ઈ બાળક વિષે હરખી રીતે તપાસ કરો, અને જઈ ઈ મળી જાય, તો મારી પાહે પાછા આવો અને પછી જે કાય તમે જોયું છે ઈ મને બતાવો, જેથી હું પણ આવીને એનું ભજન કરૂ.”