6 “ઓ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરના લોકો! તું કોય પણ રીતે યહુદીઓના રાજ્યોમાંથી નાનું નથી; કેમ કે, તારામાંથી એક માણસનો દીકરો આગેવાન થાહે, જે અમારા ઈઝરાયલ દેશના લોકોનો પાળક બનશે.”
ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,
તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”
હું એને રાજ્ય કરવાનો ઈજ અધિકાર આપય, જેવો કે મારા બાપે મને આપ્યો છે, એનુ રાજ્ય લોઢાંની જેમ મજબુત હશે, જે તૂટતું નથી, અને એના દુશ્મનો તૂટેલા ધૂળના વાસણોની જેમ હશે.
કેમ કે, ઘેટાનું બસુ જે રાજગાદીની વસે છે, ઈ તેઓની હંભાળ કરશે, એવી જ રીતે જેમ એક ભરવાડ પોતાના ઘેટાઓની હંભાળ કરે છે અને એને પીવા હાટુ તાજા જીવંત પાણીના ઝરણા પાહે લય જાહે, જે લોકોને જીવન આપે છે, અને પરમેશ્વર એની આખુંથી બધાય આહુડા લુહી નાખશે.”