ઈ દિવસોમાં જઈ યોહાન પરચાર કરી રયો હતો, તઈ ઈસુ નાઝરેથ નગરમાંથી જે ગાલીલ જિલ્લામાં હતું ન્યાથી આવ્યો, અને ઈ જ્યાં યોહાન પરચાર કરી રયો હતો ન્યા ગયો અને યોહાને એને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
હે ઈઝરાયલ દેશના લોકો આ વાત હાંભળી લ્યો, નાઝરેથ ગામનો ઈસુ એક એવો માણસ હતો, પરમેશ્વર દ્વારા તમારી હામે સાબિત કરવામા આવ્યો હતો, એના સામર્થથી અદભુત કામો અને સમત્કારી નિસાની જે પરમેશ્વરે તમારી વસ્સે એની દ્વારા કરયા. જે તમે પોતે જ જાણો છો કે ઈ હાસુ છે.