22 પણ જઈ યુસુફે આ હાંભળૂ કે, આર્ખિલાઉસ એના બાપ હેરોદના મોત પછી યહુદીયાની ઉપર રાજ કરે છે, તઈ ન્યા જાવાથી ઈ ગભરાણો, પછી સપનામાં પરમેશ્વરથી સેતવણી પામીને ગાલીલ પરદેશમાં વયો ગયો.
જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે.
ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,