2 “ઈ બાળક ક્યાં છે? જે યહુદી લોકોનો રાજા બનવા હાટુ જનમો છે. એના જનમના વિષે બતાવનારા તારાને અમે અમારા દેશમાં જોયો અને યરુશાલેમમાં અમે એનું ભજન કરવા આવ્યા છયી.”
એથી ઈ બધાય લોકો ખજુરની ડાળખ્યું લયને ઈસુનો આવકાર કરવા ગયા, તેઓ સૂત્રો પોકારતા હતાં, “હોસાન્ના, પરભુને નામે ઈઝરાયલ દેશનો જે રાજા આવે છે ઈ આશીર્વાદિત છે!”
આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.”
“મે, ઈસુએ, પોતાના સ્વર્ગદુતને તમારી પાહે આ વાતોનો પરચાર કરવા હાટુ મોકલ્યો છે કે, જે પરમેશ્વરનાં વિશ્વાસી મંડળીના હોય, હું દાઉદ રાજાનુ મુળ છું, મને પરોઢનો તારો એટલે બધાયથી સમકતો તારો કેવાય છે.”