18 “રામામાં રોવાનો અને મોટા હોગ કરવાનો અવાજ હંભળાણો,” રાહેલ પોતાના બાળકો હાટુ રોતીતી, અને દિલાસો આપવાનો નકાર કરયો હતો કેમ કે, તેઓ બધાય મરી ગયા હતા.
આ ઈ હાટુ થયુ કે, જેથી શાસ્ત્રમાં યર્મિયા આગમભાખીયા દ્વારા પરમેશ્વરે જે કીધુ હતું, ઈ પુરૂ થાય.
એની હાટુ બધાય રોતા અને વિલાપ કરતાં હતાં, પણ ઈસુએ તેઓને કીધુ કે, “રોવોમાં, કેમ કે ઈ મરી નથી પણ હુતી છે.”
જઈ મે પાછુ જોયુ, તઈ આભની વસે એક ગરુડને ઉડતા અને મોટા અવાજથી આવુ કેતા હાંભળ્યુ કે, “જઈ છેલ્લા ત્રણ સ્વર્ગદુતો ઈ રણશિંગડું વગાડે છે જે એને આપવામા આવ્યા છે, તઈ જગતના બધાય લોકો ઉપર આવનાર દુખો બોવજ ભયાનક હશે.”