Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 2:13 - કોલી નવો કરાર

13 તેઓના પાછા ગયા પછી પરમેશ્વરનાં સ્વર્ગદુતે સપનામાં યુસફને દરશન આપીને કીધુ કે, ઉભો થા, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં ભાગી જા, હું તને નો કવ ન્યા હુધી ન્યા જ રેજે કેમ કે, આ બાળકને મારી નાખવા હાટુ હેરોદ રાજા એને ગોતે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 2:13
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે.


જઈ એક શહેરમાં તમને સતાવણી કરે, તઈ તમે બીજા શહેરમાં ભાગી જાવ કેમ કે, હું તમને હાસુ કહું છું કે, હું, માણસના દીકરાને આવવા પેલા, તમારામાંથી ઈઝરાયલ દેશના બધાય શહેરમાંથી પાછા ગયા પણ નય હોય.


પરમેશ્વરે તેઓને સપનામાં સેતવણી આપી કે, હેરોદ રાજાની પાહે પાછુ જાવું નય, તેઓએ રાજાને જાણ નો કરી કે, તેઓ બીજા મારગે થયને પોતાના દેશમાં વયા ગયા.


તઈ યુસુફ ઈ રાતે જ ઉભો થયને, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં હાલી નીકળ્યો.


હેરોદ રાજાએ જઈ ઈ જાણું કે, બુદ્ધીશાળી માણસોએ એને દગો આપ્યો છે. તઈ ઈ ખુબજ ગુસ્સે થયો, એણે સિપાયોને બેથલેહેમ અને એની આજુ બાજુના બધાય વિસ્તારમાં મોકલા, જે બે વરહ અને એનાથી નાની ઉમરના બાળકો હતા તેઓને બધાયને મારી નાખે. ઈ એણે બુદ્ધીશાળી માણસોએ પેલીવાર તારા જોયાના આધારે કરયુ.


પણ જઈ યુસુફે આ હાંભળૂ કે, આર્ખિલાઉસ એના બાપ હેરોદના મોત પછી યહુદીયાની ઉપર રાજ કરે છે, તઈ ન્યા જાવાથી ઈ ગભરાણો, પછી સપનામાં પરમેશ્વરથી સેતવણી પામીને ગાલીલ પરદેશમાં વયો ગયો.


તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”


જઈ ઈ સ્વર્ગદુત જેણે એની હારે વાત કરી હતી ઈ વયો ગયો, તો એના બે ચાકરો જે એની પાહે સદાય હાજર રેતા હતાં, અને એક સિપાય જે પરમેશ્વરની ભગતી કરનારો અને ખાસ ચાકર હતો તેઓને બોલાવ્યા.


તઈ પિતરે ભાનમાં આવીને કીધું કે, “હવે મને હાસી ખબર પડી કે, પરભુ પોતાનો સ્વર્ગદુત મોકલીને મને હેરોદ રાજાના અધિકારથી છોડાવી લીધો, અને યહુદી અધિકારીઓની આશાને તોડી નાખી છે.”


તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત પિતરની પાહે આવીને ઉભો રય ગયો અને જેલખાનાની ઓયડીમાં અંજવાળું થયુ, અને એણે એના પાહોડા ઉપર હાથ મારીને એને જગાડીને કીધું કે, “જલદી ઉઠ!” અને એના હાથમાં બાંધેલી બેડીયું ખુલીને નીસે પડી ગય.


જેલખાના સોકીદારોએ ઈ વાત પાઉલને કીધી કે, “અમલદારે તમને છોડી દેવાની આજ્ઞા આપી છે, ઈ હાટુ હવે નીકળીને શાંતિથી વયા જાવો.”


પણ રાતે પરમેશ્વરનાં સ્વર્ગદુતે જેલખાનામાં બાયણા ઉઘાડિયા; તેઓએ બારે જયને કીધું કે,


એને અમારી જાતી હારે કપટ કરીને આપડા બાપ દાદાની હારે બોવ ખરાબ વેવાર કરયો કે, માં-બાપે એના દીકરાને બારે નાખી દેવો પડશે, જેથી ઈ મરી જાય.


પણ પરમેશ્વરે ઈ બાયને ગરુડની બે મોટી પાંખો આપી, જેથી ઈ જગ્યાએથી ઈ ઉડી જાય જે વગડામાં એની હાટુ તૈયાર કરવામા આવી હતી, અને ન્યા હાડી ત્રણ વરસ હુધી એની દેખભાળ કરવામા આવી જેથી એરુ એની હુધી પુગી હકે નય.


એની પૂછડીએ આભના તારાઓના ત્રીજા ભાગને ખેસીને પૃથ્વી ઉપર નાખી દીધા, અને ઈ અજગર ઈ બાયની હામે ઉભો થય ગયો જેથી એના બાળકને જનમતીવેત ખાય જાય.


અને ઈ બાય વગડામાં ભાગી ગય, જ્યાં પરમેશ્વર તરફથી એની હાટુ જગ્યા તૈયાર કરી હતી, ન્યા એની 1,260 દિવસ હુધી દેખરેખ થય હકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ