9 હું તમને કહું છું કે, “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ પણ છીનાળવા કરે છે.”
પણ હું તમને કવ છું, કે “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ હોતન છીનાળવા કરે છે.”
“જે કોય પોતાની બાયડીને છુટાછેડા દયને બીજીને પરણે તો ઈ છીનાળાના પાપ હાટુ ગુનેગાર છે, અને જે કોય માણસ છુટાછેડા દીધેલી બાયની હારે પરણે તો ઈ પણ છીનાળું કરે છે.”
કેટલાક લોકોએ મને કીધું છે, મેં હાંભળ્યું છે કે, તમારી મંડળીમાં છીનાળવા થાય છે. એવા છીનાળવા તો બિનયહુદીઓમાં પણ નથી થાતા. કોયે પોતાના બાપની બાયડીને રાખી લીધી છે.
જ્યાં હુધી કોય બાયનો ધણી જીવે છે, ન્યા હુધી એની હારે જ રેવું જોયી, અને જો જઈ એનો ધણી મરી જાય, તો ગમે એની હારે લગન કરી હકે છે, પણ ઈ પરભુમાં વિશ્વાસ કરનારો હોવો જોયી.