7 તેઓએ ઈસુને કીધુ કે, “તો પછી મુસાએ એવો હુકમ હુકામ આપ્યો? છુટાછેડાનો કાગળ આપીને એને મુકી દેય.”
પણ એનો ધણી યુસફ જે નીતિવાન માણસ હતો, જે એને બધાયની હામે અપમાન કરવા નતો માંગતો, એણે એને છુપી રીતે મેલી દેવાનું ધારયુ.
ઈ હાટુ તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે. ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા જુદુ નો પાડવું જોયી.
ઈસુએ તેઓને કીધુ કે, તમે લોકો હઠીલા હતા ઈ હાટુ મુસાએ તમને તમારી બાયડીને મુકી દેવા કીધુ, પણ શરૂવાતથી એવું નોતું.
“જે કોય પોતાની બાયડીને મુકી દે, તો એને છુટાછેડા આપી દે, એવું પણ કીધુ હતું.”
તેઓએ કીધુ કે, “મુસાએ એક માણસને પોતાની બાયડીને છુટાછેડાના કાગળો લખીને એને છોડવા હાટુ મજબુર કરવાની રજા આપી.”