6 ઈ હાટુ તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે. ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા જુદુ નો પાડવું જોયી.
અને કીધુ કે, “ઈ કારણને લીધે માણસ પોતાના માં-બાપને મુકીને પોતાની બાયડીને વળગી રેહે.”
તેઓએ ઈસુને કીધુ કે, “તો પછી મુસાએ એવો હુકમ હુકામ આપ્યો? છુટાછેડાનો કાગળ આપીને એને મુકી દેય.”
ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા તેઓને જુદુ નો પાડવું જોયી.”
કેમ કે, જે બાયને ઘરવાળો છે, ઈ જીવે ન્યા હુધી નિયમથી એની હારે બંધાયેલી રેય છે, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ એના ઘરવાળાના નિયમમાંથી છૂટી જાય છે.
આ રીતેથી કે, ધણી પોતપોતાની બાયડીયુંની હારે પોતાના દેહ જેવો પ્રેમ રાખે, જે પોતાની બાયડી ઉપર પ્રેમ રાખે છે, ઈ પોતાની જાતને પ્રેમ કરે છે.
લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે.