ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”
ઈસુએ ઈ જોયને ગુસ્સે થયને તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને ના પાડવી નય કેમ કે, જે લોકો આ બાળકોની જેમ વિશ્વાસ રાખે છે અને નમ્ર છે, ઈજ પરમેશ્વરનાં રાજ્યમાં રેહે.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.