34 અને એના રાજાએ ખીજાયને એણે સજા આપનારાઓનાં હાથમાં હોપી દીધો, કે જ્યાં હુધી ઈ બધુય લેણું ભરીનો દેય, ન્યા હુધી તેઓના હાથમાં રેય.
અને એણે એનું માન્યુ નય, પણ જયને લેણું વાળે નય ન્યા હુધી એણે એને જેલખાનામાં પુરાવ્યો.
જેવી રીતે મે તારા ઉપર દયા કરી અને તારૂ લેણું માફ કરયુ એમ જ શું તારે તારા સાથી ચાકરનું લેણું માફ કરવુ વ્યાજબી નોતું?”
ઈ પરમાણે જો તમે પોતપોતાના સાથી વિશ્વાસી ભાઈના પાપો તમારા હ્રદયથી માફ નય કરો, તો મારો પરમેશ્વર બાપ જે સ્વર્ગમાં છે ઈ પણ તમારી હારે એવુ જ કરશે.
કેમ કે, જો તમે બીજાઓની ઉપર દયાળુ નથી, તો પરમેશ્વર પણ તમારી ઉપર દયા કરશે નય. જઈ ઈ ન્યાય કરશે. પણ જો કોય બીજાઓની ઉપર દયા કરશે, તો પરમેશ્વર પણ એની ઉપર દયા કરશે જઈ ઈ ન્યાય કરશે.