અઠવાડિયાને પેલે દિવસે એટલે રવિવારની હાંજે બધાય ચેલાઓ ભેગા થયા હતાં. કમાડે તાળા હતાં કેમ કે, ઈ યહુદી લોકોથી બીતા હતા. પછી ઈસુ તેઓની વસે આવ્યો અને ઉભો રયો, ઈસુએ કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”
આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી છે, આ થેસ્સાલોનિકાના શહેરની વિશ્વાસી મંડળીઓને અમે લખી રયા છયી, જે પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહથી સંબધિત છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી ઉપર કૃપા કરે, અને તમને શાંતિ આપે.
એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું
પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે.