તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.
તેઓ સદાય ઈ જગ્યા ઉપર પ્રાર્થના કરવા ભેગા થાતા હતાં, ન્યા બાયુ હોતન હતી, જેણે ઈસુની મદદ કરી હતી અને ઈસુની મા મરિયમ હોતન ઈસુના ભાઈઓની હારે બધાય એક મનના થયને પ્રાર્થના કરતાં હતા.