18 હું તમને હાસુ કવ છું કે, જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો; ઈ સ્વર્ગમાં બંધાહે, જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં છોડાહે.
હું તમને સ્વર્ગના રાજ્યની સાવીઓ આપય; અને જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો, ઈ સ્વર્ગમાં બંધાહે, અને જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં પણ છોડાહે.
જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી પરમેશ્વર તેઓના પાપોને માફ કરશે. જો તમે લોકોના પાપોને માફ નય કરો, તો પછી તેઓના પાપો માફ થાહે નય.”
જેને તમે માફ કરો છો એને હું માફ કરું છું, કેમ કે જેને પણ માફ કરવાની જરૂર છે મેં પાકી રીતેથી એને પેલાથી જ માફ કરી દીધા છે, અને મેં એને તમારી ભલાય હાટુ મસીહની હામે માફ કરી દીધા છે.