16 પણ જો ઈ નો હાંભળે તો, મુસાની વ્યવસ્થા મુજબ, એક બે માણસને તારી હારે લે, ઈ હાટુ કે, હરેક વાત બે કા ત્રણ સાક્ષીના મોઢાથી સાબિત થાય.
મૂસાના નિયમમાં પણ લખ્યું છે કે, બે માણસની સાક્ષી હાસી માનવામાં આવે છે.
આ ત્રીજીવાર હું તમારી મુલાકાત લેવા આવવાનો છું કે, “કોય પણ આરોપ બે, કા ત્રણ સાક્ષીના મોઢેથી પુરાવો સાબિત થાવો જોયી,” એવું શાસ્ત્રમાં લખેલુ છે.
જો કોય વડવાઓ ઉપર કોય આરોપ લગાડે, તો બે ત્રણ સાક્ષી વગર ઈ વાતને નો માનવી.
જેમ કે, કોય મુસાના નિયમનું પાલન નથી કરતું અને એની વિરુધ બે કે ત્રણ લોકો સાક્ષી આપે છે, તો એની ઉપર કોય દયા કરવામાં આવતી નથી પણ મોતની સજા આપવામાં આવતી હતી.
હું મારાં બે માણસોને મોકલય જે મારાં હાસા સંદેશાને જાહેર કરશે. ઈ હોગ કરવાનાં લુંગડા પેરશે અને ઈ 1,260 દિવસ હુધી મારા સંદેશાને જાહેર કરશે.