12 તમે હું ધારો છો? જો કોય માણસની પાહે હો ઘેટા હોય અને એમાંથી એક ખોવાય જાય, તો શું નવ્વાણુંને મુકીને ઈ ભુલા પડેલાને ગોતવા ઈ ડુંઘરા ઉપર જાતો નથી?
તઈ એણે તેઓથી કીધુ કે, તમારામાં એવો કયો માણસ છે કે, જેની પાહે એક ઘેટું હશે, અને જો ઈ વિશ્રામવારે ખાડામાં પડે તો શું તમે એને બારે નય કાઢો?
જો ઈ એને ઝડે તો હું તમને હાસુ કવ છું કે, જે નવ્વાણું ભુલા પડયા નોતા, તેઓના કરતાં એના લીધે ઈ બોવ રાજી થાય છે.
પણ તમે આ દાખલામાંથી શું હમજો છો? કોય એક માણસને બે દીકરા હતા; એણે પેલાની પાહે આવીને કીધુ કે, “દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જયને કામ કર.”
“મસીહ વિષે તમે શું ધારો છો, ઈ કોનો દીકરો છે?” તેઓ એને કેય છે, “દાઉદ રાજાનો.”
હું તમને લોકોને હમજદાર હંમજીને આ કય રયો છું તમે પોતે મારી વાતો ઉપર વિસાર કરો.
હાસીન તમે ઈ ઘેટાની જેવા હતાં, જે ખોવાય ગયા હતાં, પણ હવે તમે આત્માના ભરવાડ એવા ઈસુની પાહે પાછા આવ્યા છો, જે એક આગેવાન ભરવાડની જેમ પોતાના ઘેટાઓની હંભાળ રાખે છે.