8 તઈ તરત તેઓએ આજુ-બાજુ જોયું, અને એકલા ઈસુને જોયો, બીજુ કોય દેખાણું નય.
તઈ ઈસુએ પાહે આવીને એણે અડીને કીધુ કે, “ઉઠો, ને બીવમાં.”
જઈ લોકો ડુંઘરા ઉપરથી ઉતરતા હતા, તઈ ઈસુએ ઈ લોકોને એવી આજ્ઞા કરી કે, “માણસનો દીકરો મરણમાંથી પાછો જીવી ઉઠે, ન્યા હુંધી આ બધુય તમે જે જોયું છે ઈ કોયને કાય કેતા નય.”
તઈ તરત ચેલાઓએ આજુ-બાજુ જોયું, અને એકલા ઈસુને જોયો, બીજુ કોય દેખાણું નય.
ઈ વાણી થયા પછી એકલા ઈસુને જોયો, અને તેઓ સુપ રયા, તેઓએ જે જે જોયું હતું, એની કોય વાત ઈ દિવસોમાં કોયને કીધી નય.