7 તઈ ઈસુએ પાહે આવીને એણે અડીને કીધુ કે, “ઉઠો, ને બીવમાં.”
પણ તરત ઈસુએ તેઓને કીધુ કે, “હિંમત રાખો, એતો હું છું, બીવોમાં.”
ચેલાઓએ ઈ હાંભળીને મોઢા ભરાયને ઉંધા પડયા, ને બોવ જ બીય ગયા.
તઈ તરત તેઓએ આજુ-બાજુ જોયું, અને એકલા ઈસુને જોયો, બીજુ કોય દેખાણું નય.
તેઓએ બીયને જમીન હુધી પોતાના માથા નમાવ્યાં, તઈ તેઓએ ઈ બાયુને કીધું કે, “મરેલામાં જીવતાને કેમ ગોતો છો?”
પણ તુ હવે ઉભો થા અને શહેરમાં જા અને ન્યા તારે શું કરવાનું છે, ઈ તને કોય કેહે.”
જઈ મે એને જોયો, તો હું તરત એના પગમા પડી ગયો અને હું એક મરેલા માણસની જેમ થય ગયો, પણ એણે મારી ઉપર પોતાનો જમણો હાથ રાખીને આ કીધુ કે, “બી મા, હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી અને હું જ છેલ્લો છું; જે બધીય વસ્તુઓનો અંત કરી દેય.”