5 ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”
કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.
પછી મે એક ધોળો વાદળ જોયો, અને મે કોકને જોયો જે એક માણસના દીકરા જેવો હતો. જે ઈ વાદળ ઉપર બેઠોતો એના માથા ઉપર હોનાનો મુગટ હતો અને હાથમાં એક તેજ ધારદાર દાતેડુ હતું.