4 પિતરે જવાબ દયને ઈસુને કીધું કે, “હે પરભુ, આપડે આયા રેવું આપડી હાટુ હારૂ છે, જેથી તારી ઈચ્છા હોય તો હું આયા ત્રણ માંડવા બાંધૂ, એક તારી હાટુ, એક મુસાની હાટુ, એક એલિયા હાટુ.”
તઈ એની પાહે જાવા લાગ્યા હતાં, તઈ પિતરે ઈસુને કીધું કે, “હે ગુરુ, આયા રેવું આપડી હાટુ હારૂ છે; જેથી તુ કે, તો આયા ત્રણ માંડવા બાંધી, એક તારી હાટુ, એક મુસાની હાટુ અને એક એલિયાની હાટુ.” ઈ જાણતો નોતો ઈ શું કય રયો છે.
હે બાપ, હું ઈચ્છું કે, જેઓને તે મને આપ્યુ છે, જ્યાં હું છું, ન્યા તેઓ પણ મારી હારે રય કે, તે મારી ઈ મહિમાને જોય, જે તે મને આપી છે, કેમ કે તે જગતની ઉત્પન થયા પેલા મને પ્રેમ કરયો છે.
હે વાલા મિત્રો, હવે આપડે પરમેશ્વરનાં સંતાનો છયી, અને ભવિષ્યમાં આપડે કેવા થાહુ ઈ હજી પરગટ થયુ નથી, પણ આપડે જાણી છયી છે કે જઈ ઈસુ મસીહ ફરીથી આયશે તઈ આપડે પણ મસીહની જેવા થાહુ કેમ કે, આપડે એને એમ જ જોહુ, જેવા ઈ છે.