ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”
જઈ લોકો ડુંઘરા ઉપરથી ઉતરતા હતા, તઈ ઈસુએ ઈ લોકોને એવી આજ્ઞા કરી કે, “માણસનો દીકરો મરણમાંથી પાછો જીવી ઉઠે, ન્યા હુંધી આ બધુય તમે જે જોયું છે ઈ કોયને કાય કેતા નય.”
અને બિનયહુદીઓના હાથમાં હોપશે. તેઓ મારી ઠેકડી ઉડાડશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારીને વધસ્થંભે સડાયશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”
અને ઈસુએ એના ચેલાઓને શિખવાડતા કીધુ કે, હું માણસનો દીકરો બોવ દુખ ભોગવું અને આ હોતન જરૂરી છે, વડીલો અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો મને નકામો જાણીને મારી નાખે અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠી જાવ.