પછી ઈ બારે જયને પોતાના કરતાં બીજી હાત મેલી આત્માઓને પોતાની ભેગી લેતી આવે છે, અને તેઓ ઈ માણસની અંદર ઘરીને ન્યા રેય છે. ઈ માણસની છેલી દશા પેલીના કરતાં ભુંડી થાય છે.
ધણી અને બાયડી એકબીજાને દેહિક સબંધો હાટુ છેટા નો રાખવા સિવાય પોતાની મરજીથી પ્રાર્થનાના હેતુથી ટુકમાં થોડીક વાર હાટુ અને ફરી સામાન્ય લગનના સબંધોની ફરીથી શરુ કરો. જેથી શેતાન અનૈતિક જીવન જીવવા હાટુ તમારી પરીક્ષા નો કરે નય તો તમે પોતાની ઈચ્છાઓને કાબુમાં નય કરી હકો.
અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,