તઈ લોકો એક આંધળા અને મૂંગા માણસ જેને ભુત વળગેલું હતું એને ઈસુની પાહે લીયાવ્યા, અને ઈસુએ એને હાજો કરયો; એટલે જે આંધળો અને જે મૂંગો હતો, ઈ બોલતો થયો અને જોવા લાગ્યો.
અને ઈસુએ ઘણાય લોકો જેઓ જુદા-જુદા રોગથી પીડાતા હતાં, ઈ બધાયને હાજા કરયા, ઈસુએ ઘણાય વળગાડને કાઢયા, પણ ઈસુએ મેલી આત્માને બોલવા દીધી નય કેમ કે, મેલી આત્મા જાણતી હતી કે, ઈ એક ખાલી પરમેશ્વર તરફથી છે.
ઘણાયમાંથી મેલી આત્માઓ પણ નીકળી, તેઓ રાડો પાડતા અને કેતા કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.” એણે તેઓને બીવડાવ્યા, અને બોલવા દીધા નય કેમ કે, ઈ જાણતા હતાં કે, “ઈ તો મસીહ છે.”
કેમ કે, ઈસુએ ઈ માણસમાંથી મેલી આત્માને નીકળવાનો હુકમ કરયો હતો કેમ કે, ઈ વારેઘડીયે વળગતું હતું. અને તેઓ એને હાકળોથી અને બેડીઓથી બાંધી રાખતા હતાં, પણ ઈ બંધનો તોડી નાખતો અને ઈ મેલી આત્મા એને વગડામાં લય જાતો હતો.