15 “ઓ પરભુ, મારા દીકરા ઉપર દયા કર કેમ કે, એને વાયની બીમારી છે, અને ઈ ઘણોય પીડાય છે કેમ કે, ઈ ઘણીયવાર આગમાં અને ઘણીયવાર પાણીમાં પડે છે.
અને જોવો, ઈ પરદેશથી એક કનાની બાય નીકળીને સીમમાંથી આવીને રાડ પાડીને એને કેવા લાગી કે, “ઓ પરભુ! દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર, મારી દીકરીને મેલી આત્મા બોવ હેરાન કરે છે.”
અને એને હુ તારા ચેલાઓની પાહે લાવ્યો હતો, પણ તેઓ એને હાજો કરી હક્યાં નય.”
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
અને ઈસુએ જેઓ મેલી આત્માઓથી પીડાતા હતાં ઈ લોકોને પણ હાજા કરયા.
અને ઈસુને દગાથી પકડાવનાર યહુદા પણ ઈ જગ્યા જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના ચેલાઓની હારે પેલા પણ ન્યા ઘણીય વાર મળ્યા કરતો હતો.