11 ઈસુએ તેઓને જવાબ દિધો કે, “એલિયા આવે છે ખરો અને ઘણુય ખરું હારું કરશે.”
તઈ એના ચેલાઓએ એને પુછયું કે, “યહુદી નિયમના શિક્ષકો એમ કેમ કેય છે, કે મસીહ આવ્યા પેલા એલિયાને આવવું જોયી?”
પણ હું તમને કવ છું કે, એલિયા આવી ગયો છે, અને તેઓએ એને ઓળખ્યો નય, પણ એના વિષે જેમ ધારયુ એમ એણે કરયુ એમ જ માણસનો દીકરો પણ તેઓથી દુખ સહન કરશે.
પછી જઈ ગમાડેલા ચેલાઓ બીજીવાર ઈસુને મળ્યા, તો એને પૂછયું હે પરભુ શું તુ આ વખતમાં ઈઝરાયલ દેશના લોકોને રોમી સરકારથી આઝાદ કરીને પોતે રાજ્ય કરય.
ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.