10 તઈ એના ચેલાઓએ એને પુછયું કે, “યહુદી નિયમના શિક્ષકો એમ કેમ કેય છે, કે મસીહ આવ્યા પેલા એલિયાને આવવું જોયી?”
જો તમે માનવા ઈચ્છો તો મારી વાત માની લ્યો કે, એલિયા જેની આવવાની આગમવાણી કરેલ હતી, ઈ આયશે.
ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે અને બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું યર્મિયા આગમભાખીયો છે કા આગમભાખનારામાંથી કોય એક છે.”
ઈસુએ તેઓને જવાબ દિધો કે, “એલિયા આવે છે ખરો અને ઘણુય ખરું હારું કરશે.”
પછી ચેલાઓએ ઈસુને પુછયું કે, “યહુદી નિયમના શિક્ષકો એમ કેમ કેય છે કે, મસીહ આવ્યા પેલા એલિયાને આવવું જોયી?”
જેથી યહુદીઓએ યોહાનને પુછયું કે, “તો પછી તુ કોણ છે? શું તુ એલિયા છે?” એણે કીધું કે, “હું નથી.” તેઓએ કીધું “શું તુ આગમભાખીયો છે?” યોહાને જવાબ આપ્યો કે, “નય.”
તેઓએ યોહાનને પુછું કે, જઈ તુ કેય છે કે, તુ તો મસીહ, એલિયા કે આગમભાખીયો નથી, તો પછી તુ જળદીક્ષા કેમ આપે છે?