એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,
હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.