7 તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.”
તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જો-જો, ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો.”
ઈસુએ ઈ જાણીને ચેલાઓને કીધુ કે, “ઓ શંકાળુઓ, તમારી પાહે રોટલી નથી ઈ હાટુ તમે અંદરો અંદર કેમ વાતો કરો છો?”
યોહાનની જળદીક્ષા ક્યાંથી હતી? પરમેશ્વર તરફથી હતી કે, લોકો તરફથી? તઈ તેઓએ મૂંગા મોઢે વિસાર કરીને કીધુ કે, જો આપડે એમ કેહુ કે, પરમેશ્વર તરફથી, તઈ ઈ એમ કેહે કે, તો તમે એની ઉપર વિશ્વાસ કેમ કરયો નય?
ઈ હાટુ, તેઓએ આ વાત મનમાં રાખી પણ તેઓએ આ વિષે અંદરો-અંદર સરસા કરી કે, મોતમાંથી પાછુ જીવતું થાવુ એનો શું અરથ છે?
જઈ આ બાબત વિષે તેઓ અંદરો અંદર વાત સીત અને પૂછ પરછ કરતાં હતાં, તઈ ઈસુ પોતે તેઓની નજીક આવીને, એની હારે હાલતો થયો.
ચેલાઓમાં વાદ-વિવાદ થાવા લાગ્યો, કે, આપડામાંથી મોટો કોણ છે?
પણ પિતરે કીધું કે, “નય પરભુ નય, હું નય ખાવ; કેમ કે, કોય પણ અશુદ્ધ વસ્તુ મે કોય દિવસ ખાધી નથી.”