Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 16:13 - કોલી નવો કરાર

13 ઈસુએ કાઈસારિયા ફીલીપ્પી પરદેશમાં આવીને પોતાના ચેલાઓને પુછયું કે, “માણસનો દીકરો કોણ છે, ઈ વિષે લોકો શું કેય છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 16:13
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

માણસના દીકરાની વિરુધ જે કોય વાત કેહે, ઈ એને માફ કરાહે, પણ પવિત્ર આત્માની વિરુધ કાય કેહે, એનો અપરાધ આ યુગમાં નય, અને આવનાર યુગમાં પણ માફ નય કરાય.


કેમ કે, જેવી રીતે આગમભાખીયો યુના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રયો એમ જ હું, માણસનો દીકરો હોતન ત્રણ દિવસ અને ત્રણ રાત કબરમાં રેય.


હું, માણસનો દીકરો વિશ્રામવારના દિવસનો પણ પરભુ છું.


તઈ ઈસુએ જવાબ આપતાં તેઓને કીધુ કે, “હારૂ બી જે વાવે છે ઈ માણસનો દીકરો છે.


હું માણસનો દીકરો, પોતાના સ્વર્ગદુતોને મોકલીશ, અને અન્યાયના બધાય કારણો અને પાપ કરનારાઓને એના રાજ્યમાંથી હટાવી દેહે.


ઈસુ ન્યાથી નીકળીને તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયો.


કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”


જઈ હું, માણસનો દીકરો ફરીથી આવય, તો પોતાના મહિમાના બધાય, મારા સ્વર્ગદુતો હારે લયને આવય. તઈ હું બધાય લોકોનો ન્યાય કરવા હાટુ મારા મહિમાના રાજ્યાસન ઉપર બેહય.


તઈ ઈસુએ એને કીધું કે, “શિયાળયાને રેવાનું બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ મને માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”


પણ મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપોની માફી આપવાનો અધિકાર છે. તઈ પછી ઈસુએ લકવાવાળાને કીધું કે, “ઉઠ, તારી પથારી ઉપાડીને તારી ઘરે વયોજા.”


હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો હતો.”


જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”


પછી ઈસુએ એને કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સ્વર્ગ ખુલેલુ અને પરમેશ્વરનાં સ્વર્ગદુતો ઉપર જાતા અને માણસના દીકરા ઉપર સડતો અને ઉતરતો જોહો.


ઈ હાટુ લોકોએ એને જવાબ આપ્યો કે, “મસીહ સદાય રેહે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી હાંભળુ છે તો માણસનો દીકરો ઉસો કરવો જોયી, એમ તમે કા કયો છો? ઈ માણસનો દીકરો કોણ છે?”


અને જે રીતે મુસાએ વગડામાં પિતળનાં એરુને ઉસો લટકાવો, એમ જ જરૂરી છે કે, મને માણસના દીકરાને ઉસો કરવામા આયશે.


જે કાય બાપ જાણે કે, આ ન્યાયી છે ઈ બધુય કરવાનું એણે મને અધિકાર આપ્યો છે, કેમ કે હું માણસનો દીકરો છું


પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.


એણે કીધું કે, “જોવ, મે સ્વર્ગને ખુલેલું, અને માણસના દીકરાને પરમેશ્વરની જમણી હાથ બાજુ માનની જગ્યાએ ઉભેલો જોયો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ