12 તઈ તેઓ હંમજ્યા કે, ઈસુએ રોટલીના ખમીર વિષે નય, પણ ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના શિક્ષણ વિષે સેતીને રેવાનું કીધુ હતું.
તમે કેમ હમજતા નથી કે, મે તમને રોટલી સબંધી કીધુ નોતું? પણ ફરોશી ટોળાના લોકોના અને સદુકી ટોળાના લોકોના ખમીર વિષે તમે સાવધાન રયો એમ મે કીધુ હતું.
જઈ તેઓએ બોવ જાજા ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકો જળદીક્ષા પામવા હાટુ પાહે આવતાં જોયા, તો તેઓએ કીધુ કે, “ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ?”
હું તમને જણાવું છું કે, તમારે યહુદી નિયમના શિક્ષકોને અને ફરોશી ટોળાના લોકોના નિયમ કરતાં, પરમેશ્વરને જેની જરૂર છે ઈ હાટુ કાક વધારે હારુ કરનારા થાવુ જોયી નકર તમે સ્વર્ગના રાજ્યમાં નય ઘરી હકો.
કેમ કે, સદુકી ટોળાના લોકો આ વિશ્વાસ કરતાં હતાં કે, લોકો મરેલામાંથી જીવતા નથી થાતા, નો તો સ્વર્ગદુત છે, અને નો તો મેલી આત્મા છે, પણ ફરોશી ટોળાના લોકો આ બધીય વાતો છે, એવો વિશ્વાસ કરતાં હતા.
તમે અભિમાન રાખો છો ઈ હારું નથી. શું તમે ઈ જાણતા નથી કે થોડુંક ખમીર આખા લોટને ફુલાવી નાખે છે.