પરમેશ્વર તમને ઈ હારા હમાસાર દ્વારા બસાવે છે, જો તમે ઈ હારા હમાસાર ઉપર વિશ્વાસ કરવાનું સાલુ રાખો જેનો મેં તમારી વસે પરચાર કરયો હતો. જો તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દયો તો તમારા વિશ્વાસની કોય કિંમત નથી, ઈ નકામું છે.
તેઓ લોકોની બનાવેલી વાર્તાઓ અને વડવાઓની પેઢીના નામ ગોતવામા પોતાનો વખત ખરાબ કરે નય, જેમાં ખાલી વાદ-વિવાદ થાય છે. અને આ બધીય વાતો પરમેશ્વરનું કામ કરવામા મદદ કરતી નથી, જે વિશ્વાસ ઉપર આધારિત છે. હું તને ફરીથી વિનવણી કરું છું જે તને પેલા કરી હતી.
અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.
હું યોહાન છું અને હું તમને બધાયને આ સેતવણી આપી રયો છું કે, જેઓએ હાંભળ્યુ છે જે આ સોપડીમા પેલાથી જ બતાવામા આવ્યું છે, જો કોય માણસ આમા કાય પણ ઉમેરો કરશે, જે આમા લખવામા આવ્યું છે, તો પરમેશ્વર એની ઉપર આફતના દંડને વધારી દેહે, જે આયા બતાવવામા આવી છે.