પછી ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે ઢોંગીઓના વિષે યશાયા આગમભાખીયાએ પવિત્ર શાસ્ત્રમા ઠીક લખ્યું છે કે, તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં તમે મને પ્રેમ નથી કરતા.
કેમ કે, જો કોય માણસ પોતાના જીવનનો આનંદ લેવા ઈચ્છે છે, અને હારા દિવસો ઈચ્છે છે, તો એને સેતીને રેવું જોયી કે, ઈ ખરાબ વાતુ નો કેય, અને એને આવી વાતુ કરવાનું બંધ કરી દેવું જોયી, જે હાસી નથી.