તો શું આપડે નિયમશાસ્ત્રને વિશ્વાસ દ્વારા અરથ વગરનો ઠરાવી છયી? નય! કઈયેય નય! કેમ કે, જઈ આપડે વિશ્વાસ કરી છયી તો અમે દેખાડી છયી કે, આપડે ઈ હમજી છયી કે, પરમેશ્વરે નિયમશાસ્ત્ર કેમ આપ્યું.
પણ જો કોય વિશ્વાસી ભાઈ કે બાયના પરિવારમાં રંડાયેલી હોય, તો એણે પોતાનુ ભરણ-પોષણ કરવુ અને મંડળી ઉપર એનો બોજો નાખવો નય, જેથી મંડળી ખાલી નિરાધાર રંડાયેલીઓની જ કાળજી રાખે.