Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 15:31 - કોલી નવો કરાર

31 જઈ લોકોએ જોયું કે, મુંગાઓ બોલતા થયાં, અને ખોટ ખાપણવાળાઓ હાજા થયાં, લંગડાઓ હાલતા થયાં, અને આંધળાઓ જોતા થયાં છે, તઈ તેઓ બધાય નવાય પામ્યા, અને ઈઝરાયલ દેશના પરમેશ્વરની મહિમા કરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 15:31
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ લંગડાઓ, આંધળાઓ, મુંગાઓ, ખોટ ખાપણવાળાઓ અને બીજા ઘણાય માંદાઓને પોતાની હારે લયને ઘણાય લોકો એની પાહે આવ્યા; અને ઈસુના પગ પાહે તેઓને મુક્યા, અને એણે તેઓને હાજા કરયા.


જો તમે પાપ કરવા હાટુ પોતાના હાથ કા પગનો ઉપયોગ કરવાના વિસારમાં છો, તો એને કાપી નાખો. કેમ કે, એક હાથ કા પગ વિના સ્વર્ગમાં જાવું અઘરું થય હકે છે, પણ બેય હાથ કા પગને રાખવા અને અનંતકાળની આગમાં જાવું બોવ અઘરું છે.


આંધળાઓ અને લંગડાઓ એની પાહે મંદિરમાં આવ્યા, અને ઈસુએ તેઓને હાજા કરયા.


તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.


જઈ બે માણસો જાતા હતા, તઈ કેટલાક લોકો ઈસુની પાહે એક એવા માણસને લીયાવ્યા જે બોલી નોતો હક્તો કેમ કે, એમા એક મેલી આત્મા હતી.


જઈ ઈસુએ મેલી આત્માને ઈ માણસમાંથી કાઢી, તઈ ઈ મુંગો બોલતો થયો, અને લોકોને નવાય લાગી, અને કીધુ કે, “ઈઝરાયલ દેશમાં કોય દિવસ આવું જોયુ નથી.”


તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.


ઈ તરત ઉઠયો અને પથારી ઉપાડીને બધાયના ભાળતા ઘરમાંથી વયો ગયો, એટલે જેટલાં લોકોએ એને ભાળ્યો ઈ બધાય નવાય પામીને પરમેશ્વરનાં વખાણ કરતાં કીધુ કે, “અમે કોય દિવસ આવું ભાળ્યુ નથી.”


અને તેઓ બધાય ખુબજ સોકી ગયા અને કેવા લાગ્યા કે, “એણે હંધુય બોવ જ હારું કરયુ છે! ન્યા હુધી કે, ઈ બેરાઓને હાંભળવા અને મૂંગાઓને બોલવાના લાયક બનાવે છે.”


જો તારો જમણો હાથ પાપ કરવાનું કારણ બને છે તો એને કાપીને ફેકી દે, કેમ કે, તારા બેય હાથમાંથી એક હાથ નો રેય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે. તારે આવું કરવુ હારુ છે કેમ કે, તારે એક હાથ વિના સ્વર્ગમા જાવું બોવ હારુ થય હકે છે, પણ તારા બેય હાથો રાખવા અને નરકમાં જાવું ઈ બોવ અઘરું છે.


પણ જઈ તુ જમણવાર આપ, તઈ ગરીબ માણસ, ઠુંઠાઓને, લંગડાઓને અને આંધળાઓને બોલવ.


પછી ચાકર પાછો આવ્યો અને એની હારે જે કાય થયુ, ઈ એના માલિકને કયને હંભળાવ્યું. તઈ ઘરના માલિકે ગુસ્સે થયને પોતાના ચાકરને કીધું કે, “જલ્દી જ, શહેરમાંથી ગરીબ, ટુંડા, લંગડા અને આંધળા માણસોને આયા લીયાવ.”


અને તરત ઈ જોવા લાગ્યો અને પરમેશ્વરની મહિમા કરતો ઈસુની વાહે ગયો; અને તઈ બધાય લોકોએ ઈ જોયને પરમેશ્વરની મહિમા કરી.


એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”


તઈ યહુદી લોકોના આગેવાનોએ જે માણસ પેલાથી જ આંધળો હતો, અને બીજીવાર બોલાવીને એનાથી કીધું કે, “પરમેશ્વરની હામે હાસુ બોલ કેમ કે, અમે તો જાણી છયી કે ઈ માણસ પાપી છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ