જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.
ઈ વખતે તમે મસીહ વગરના હતા. તમે પરદેશી હતા અને પરમેશ્વરનાં ગમાડેલા ઈઝરાયલ દેશના લોકોમાં તમારી ગણતરી કરવામાં આવતી નોતી. પરમેશ્વર પોતાના લોકોને આપેલાં વચનો ઉપર આધારિત કરારોમાં તમારે કોય લાગભાગ નોતો. તમે આ જગતમાં આશા રાખી અને પરમેશ્વર વગર જીવતા હતા.
પણ જે લોકો શરમજનક કામો, મેલી વિદ્યા, છીનાળવા, હત્યા, મૂર્તિનું ભજન કરે છે અને જે દરેક પરકારનું ખોટુ ઈચ્છે છે અને એવુ કામ કરે છે ઈ લોકો કોયદી પણ શહેરમાં અંદર નય આવી હકે.