24 પણ ઈસુએ જવાબ દીધો કે, “પરમેશ્વરે મને ઈઝરાયલ દેશના લોકો પાહે મોકલ્યો છે, જે ખોવાયેલા ઘેટાની જેમ છે.”
પણ ઈસુએ કોય જવાબ આપ્યો નય, અને એના ચેલાઓએ આવીને એનાથી વિનવણી કરી કે, “એને વિદાય કર; કેમ કે, ઈ આપડી વાહે રાડુ પાડતી આવે છે.”
કેમ કે, હું માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા આવ્યો છું.
જઈ લોકોના ટોળાને ઈસુએ જોયો, તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ ઈ ઘેટાઓની જેવા હતા જેનો સરાવવાવાળો નો હોય, તેઓ હેરાન થયેલા અને ભુલા પડેલા હતા.
તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.
વળી હું કવ છું કે, જે વચનો પરમેશ્વરે વડવાઓને આપેલા હતા, એવા સુન્નતીઓને મસીહ હાસા ઠેરવે,