ઈ હાટુ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ઈસુને પુછયું કે, “તારા ચેલા અમારા વડીલોના દ્વારા શીખવાડેલ રીતી રીવાજનું પાલન કેમ નથી કરતાં?” તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.
સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.
કેમ કે, તમે જાણો છો કે, વીતી ગયેલ વખતમાં તમે એક નકામી રીતે જીવન જીવી રયા હતા, જે તમારા વડવાઓના વખતથી હાલ્યો આવે છે, પણ તમને ઈ નાકામાં જીવનથી બસાવી લેવામાં આવ્યા છે. તમને હોનું કે, સાંદી જેવી નાશ થાય જાવાવાળી વસ્તુથી વેસાતી લેવામાં આવ્યા નથી.