19 કેમ કે ભુંડા વિસારો, હત્યાઓ, દુરાચાર, છીનાળવા, સોરીઓ, ખોટી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે.
જે માણસને અશુદ્ધ કરે છે, ઈ જ ઈ છે, પણ હાથ ધોયા વગર ખાવું ઈ માણસને અશુદ્ધ કરતું નથી.
પણ હું તમને કવ છું, કે બાય ઉપર જે કોય ખોટી નજરથી જોય છે, એને પેલાથી જ એની હારે પોતાના મનમાં છીનાળવા કરયા છે.
ઈસુએ તેઓના વિસારો જાણીને કીધુ કે, “તમારે એવા ખરાબ વિસારો નો કરવા જોયી.”
ઈ હાટુ તુ પસ્તાવો કર અને પાપ કરવાનું બંધ કર, અને પ્રાર્થના કર કે પરભુ તારા એવા ખરાબ વિસારોને માફ કરશે.
કેમ કે, હું જાણુ છું કે, મારામાં એટલે કે મારો પાપીલો માનવીય સ્વભાવમાં કોય પણ હારી વસ્તુ રેતી નથી, હારા કામો કરવા હાટુ ઈચ્છા તો મારામાં છે પણ એને કરવુ મારાથી થય નથી હકતું.