કેમ કે તેઓએ ઈસુને ઘણીય વાર જોયો હતો કે, પાછળના દિવસોમાં જઈ એણે પાચ હજાર લોકોને ખાવાનું ખવડાવ્યુ હતું, પણ તેઓ હજી હુધી હમજયા નય કે ઈ કેટલો શક્તિશાળી હતો, જે તેઓને હંમજવું જોયી.
કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી.