8 તઈ એની માંના હમજાવ્યા પરમાણે ઈ બોલી કે, “યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”
પછી એનું માથું કાથરોટમાં લીયાવીને છોકરીને આપ્યુ; અને ઈ એની માંની પાહે લય ગય.
ઈ હાટુ એણે હમ ખાયને કીધુ કે, “તું જે માગે ઈ હું તને આપી દેય.”
તઈ રાજા બોવ દુખી થયો, પણ મેમાનોની હાજરીમાં આપેલા વચનને લીધે એણે દીકરીની માગણી પુરી કરવા હાટુ હુકમ આપ્યો.
એણે બારે જયને પોતાની માંને પુછયું કે, “હું શું માંગુ?” ઈ બોલી કે, “એનાથી તુ યોહાન જળદીક્ષા આપનારનું માથું આપવા હાટુ કે.”
ઈ તરત રાજાની પાહે અંદર આવી, અને એનાથી માંગણી કરી કે, “હું ઈચ્છું છું કે, તુ અત્યારે યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”
એણે જેલખાનામાં જયને એનુ માથું કાપુ, અને એક કાથરોટમાં લીયાવીને ઈ છોકરીને આપ્યુ અને ઈ એની માંની પાહે લય ગય.