Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 14:3 - કોલી નવો કરાર

3 કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની લીધે, યોહાનને પકડયો હતો, અને એને બાંધીને જેલખાનામાં નાખ્યો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 14:3
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોહાન જળદીક્ષા દેવાવાળાએ જેલખાનામાં મસીહના કામનો સંદેશો હાંભળીને પોતાના ચેલાઓને એણે આ પૂછવા મોકલ્યા કે,


પણ જઈ હેરોદનો જનમનો દિવસ આવ્યો, તઈ હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને તેઓને અને હેરોદને રાજી કરયા.


જઈ એણે હાંભળ્યું કે, યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો.


હવે હેરોદ રાજાએ આ બધીય વાતો હાંભળી: કારણ કે, ઈસુનું નામ ફેલાય ગયુ હતું. કેટલાક લોકો કેતા હતાં કે, “જળદીક્ષા આપનાર યોહાન મોતમાંથી પાછો જીવતો થયો. ઈ હાટુજ એનામા આ બધાય સમત્કાર કામ કરી રયું છે.”


કારણ કે, હેરોદ રાજાએ પોતે જ યોહાનને પકડાવો હતો અને એને જેલખાનામાં નખાવ્યો હતો કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરી લીધા હતા.


ઈ હાટુ હેરોદ રાજાની બાયડી હેરોદિયાસ રાની યોહાન જળદીક્ષા દેનારથી વેર રાખતી હતી અને આ ઈચ્છતી હતી કે, એને મરાવી નાખે, પણ એવુ નો થય હક્યું.


અને ઈજ હેરોદિયાસની દીકરી અંદર આવી, અને નાચીને રાજા હેરોદને અને એના મહેમાનોને રાજી કરયા, તઈ રાજાએ છોકરીને કીધુ કે, “તુ જે ઈચ્છે ઈ મારીથી માગ તો હું તને આપય.”


ઈસુએ તેઓને સાવધાન કરયા કે, “જો-જો ફરોશી ટોળાના લોકોથી અને રાજા હેરોદના ખમીરથી સેતીને રેજો.”


ઈ વખતે કેટલાય લોકોએ ઈસુને ગાલીલ જિલ્લાના લોકો વિષે કીધું જેઓની સિપાયોએ યરુશાલેમમાં હત્યા કરી નાખી હતી. રોમના રાજા પિલાતે જઈ તેઓ મંદિરમાં બલિદાન કરતાં હતાં, તઈ એને મારી નાખવા હાટુ સિપાયોને હુકમ દીધો હતો.


ઈ વખતે કેટલાક ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને કીધું કે, “આયથી નીકળીને વયો જા, કેમ કે, હેરોદ રાજા તને મારી નાખવા માગે છે.”


પછી હેરોદ અને એના સિપાયોએ ઈસુની ઠેકડી કરી. અને તેઓએ એને રાજાની જેમ મોઘા લુગડા પેરાવ્યા પછી હેરોદે એને પિલાતની પાહે પાછો મોકલ્યો.


જઈ પિલાતે જાણ્યુ કે, ઈસુ હેરોદ એન્ટીપાસના અધિકારમાં આવેલા પરદેશમાંથી છે, તો એણે એની પાહે મોકલ્યો અને ઈ દિવસોમાં હેરોદ યરુશાલેમમાં હતો.


રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.


અને રાજા હેરોદના ખોઝા કારભારીની બાયડી યોહાન્ના અને સુસાન્ના અને બીજી ઘણીય બધીય બાયુ જે પોતાની પુંજી વાપરીને ઈસુ અને એના ચેલાઓની સેવામા મદદ કરતી હતી ઈ હોતન તેઓની હારે હતી.


ઈ વખતે હેરોદ રાજાએ મંડળીના થોડાક લોકોને સતાવવા હાટુ જેલખાનામાં નાખી દીધા.


હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ