હું તમને હાસુ કવ છું કે, જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ સ્વર્ગનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે ઈ એની કરતાં મોટો છે.
ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે અને બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું યર્મિયા આગમભાખીયો છે કા આગમભાખનારામાંથી કોય એક છે.”
હવે હેરોદ રાજાએ આ બધીય વાતો હાંભળી: કારણ કે, ઈસુનું નામ ફેલાય ગયુ હતું. કેટલાક લોકો કેતા હતાં કે, “જળદીક્ષા આપનાર યોહાન મોતમાંથી પાછો જીવતો થયો. ઈ હાટુજ એનામા આ બધાય સમત્કાર કામ કરી રયું છે.”
ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે પણ બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છે.”
હવે હેરોદ ગાલીલ જિલ્લાનો રાજા હતો, જે કાય થાતું હતું એની વિષે બધુય હાંભળીને ઈ મુજવણમાં હતો કેમ કે, કેટલાક લોકો કેતા હતાં કે, યોહાન જળદીક્ષા દેનાર પાછો જીવતો થયો છે.