18 તઈ ઈસુએ કીધુ કે, “એને આયા મારી પાહે લેતા આવો.”
તેઓએ ઈસુને કીધુ કે, “પણ આયા અમારી પાહે ખાલી પાંસ રોટલી અને બે માછલી જ છે.”
પછી ઈસુએ લોકોને લીલા ખડમાં બેહવાનું કીધુ, અને ઈ પાંસ રોટલી અને બે માછલીઓ લયને સ્વર્ગ બાજુ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી તોડી તોડીને પોતાના ચેલાઓને આપી, અને ચેલાઓએ લોકોને પીરસ્યું.
તઈ ઈસુએ બધાય લોકોને જમીન ઉપર બેહવા હાટુ હુકમ દીધો. અને તેઓ નીસે જમીન ઉપર બેહી ગયા, અને પછી ઈ હાત રોટલી લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગી અને પછી એણે ટુકડાઓ પોતાના ચેલાઓને આપવાનું સાલું કરયુ જેથી તેઓ ઈ લોકોની વસે પીરસી હકે.
ઈસુએ કીધું કે, “લોકોને બેહાડી દયો” હવે ન્યા ઘણુય ખડ હતું એટલે ઈ બધાય લોકો ન્યા બેહી ગયા એમાંથી માણસોની સંખ્યા આશરે પાંસ હજાર હતી.