હાંજ પડી, તઈ એના ચેલાઓ એની પાહે આવીને કીધુ કે, આ ઠેકાણું ઉજ્જડ જગ્યામાં છે અને હવે વખત થય ગયો છે, ઈ હાટુ લોકોને વિદાય કર, જેથી તેઓ ગામમાં જાયને પોતાની હાટુ ખાવાનું વેસાતું લાવે.
અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.
જઈ ઈસુએ હોડીમાંથી ઉતરીને ઘણાય બધા લોકોને જોયા તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ સરાવવાવાળો નો હોય એવા ઘેટાની જેવા હતાં જે તેઓની હંભાળ રાખી હકે, અને ઈ તેઓને ઘણીય બધી વાતો શીખવાડવા લાગ્યો.
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.